Home> India
Advertisement
Prev
Next

પોક્સો એક્ટ હેઠળ રેપના દોષિતો માટે દયા અરજી ન હોવી જોઈએ: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું છે કે પોક્સો એક્ટ હેઠળ સજા પામનારા વ્યક્તિઓ માટે દયા અરજીની જોગવાઈ હોવી જોઈએ નહીં.

પોક્સો એક્ટ હેઠળ રેપના દોષિતો માટે દયા અરજી ન હોવી જોઈએ: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

સિરોહી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (Ramnath Kovind) કહ્યું છે કે પોક્સો એક્ટ (Pocso Act) હેઠળ સજા પામનારા વ્યક્તિઓ માટે દયા અરજીની જોગવાઈ હોવી જોઈએ નહીં. તેમણે કહ્યું કે આ અંગે સંસદે (Parliament) વિચાર કરવો જોઈએ. કોવિંદે કહ્યું કે મહિલા સુરક્ષા એક ગંભીર વિષય છે. જેના પર બહુ ઓછું કામ થયું છે. તેમણે કહ્યું કે પુત્રીઓ પર આસુરી પ્રહાર દેશની આત્માને હચમચાવી નાખે છે. મહિલાઓના સન્માન માટે પુત્રોને સંવેદનશીલ બનાવવા એ દરેક નાગરિકની જવાબદારી છે. 

fallbacks

નિર્ભયાના દોષિતની દયા અરજી રાષ્ટ્રપતિને મોકલવામાં આવી

ઉલ્લેખનીય છે કે તેલંગણામાં દિશા ગેંગરેપ મર્ડર (Hyderabad gangrape) ના આરોપીઓના એન્કાઉન્ટર વચ્ચે નિર્ભયા કેસના દોષિત વિનય શર્માની દયા અરજી રાષ્ટ્રપતિ પાસે મોકલાઈ છે. ગૃહ મંત્રાલયે મોતની સજાને માફ કરવાની અરજી ફગાવી દીધી છે. હવે દોષિતની દયા અરજી (Mercy Petition) પર છેલ્લો નિર્ણય રાષ્ટ્રપતિ લેશે. દિલ્હીના ઉપરાજ્યપાલ તો આ અગાઉ જ અરજીને ફગાવી ચૂક્યા છે. 

હૈદરાબાદ: એન્કાઉન્ટરની એ 30 મિનિટ, જેમાં 4 આરોપીઓ ઠાર...પોલીસ કમિશનરે જણાવી એક એક વિગત

હૈદરાબાદ ગેંગરેપ અને મર્ડર કેસના ચાર આરોપીઓ એન્કાઉન્ટરમાં ઠાર
અત્રે જણાવવાનું કે હૈદરાબાદ ગેંગરેપ (Hyderabad) ના ચારેય આરોપીઓ આજે પોલીસ એન્કાઉન્ટર (Encounter) માં ઠાર થયાં. પોલીસ વિભાગ તરફથી હૈદરાબાદના કમિશનર વીસી સજ્જનારે (VC Sajjanar) એન્કાઉન્ટરવાળી જગ્યાએથી જ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી. પોલીસે જણાવ્યું કે આરોપીઓએ પોલીસના હથિયાર છીનવીને ભાગવાની કોશિશ કરી હતી. ત્યાં હાજર અધિકારીઓએ તેમને ચેતવણી પણ આપી હતી પરંતુ તેમના પર કોઈ અસર થઈ નહી. આ એન્કાઉન્ટરમાં બે પોલીસકર્મીઓ પણ ઘાયલ થયાં. પોલીસ અધિકારીએ માનવાધિકાર આયોગ કે અન્ય કોઈ સંગઠનના સવાલો પર સણસણતો જવાબ આપતા કહ્યું કે અમે દરેક સવાલના જવાબ આપવા માટે તૈયાર છીએ. 

જુઓ LIVE TV

30 મિનિટ ચાલ્યું એન્કાઉન્ટર, આરોપીઓએ ફાયરિંગ કર્યું
પોલીસે જણાવ્યું કે અમે સાયન્ટિફિક રીતે તપાસ કરી અને ત્યારબાદ જ ચારેય આરોપીઓ પકડાયા હતાં. પોલીસનું કહેવું છે કે પૂરતા સાક્ષીઓના આધારે જ તેમની ધરપકડ થઈ અને તે હેઠળ 10 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી કોર્ટે આપી હતી. 5 અને 5 ડિસેમ્બરના રોજ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી. આજે સવારે ક્રાઈમ સીન રિક્રિએશન માટે અમે ચારેય આરોપીઓને લઈને ઘટનાસ્થળે ગયા હતાં. ત્યાં આરોપી આરિફ અને ચિંતાકુટાએ પોલીસ પાસેથી હથિયાર છીનવ્યાં. આરોપીઓએ ડંડા અને પથ્થરથી પોલીસ પર હુમલો પણ કર્યો અને ભાગવાની કોશિશ કરી. 2 આરોપીઓએ પોલીસ ઉપર પણ ગોળી ચલાવી. આ ઘટના સવારે 5.45થી 6.15 વચ્ચે થઈ.

આરોપીઓ પાસેથી 2 હથિયાર મળ્યાં, 2 પોલીસકર્મીઓ ઘાયલ
કમિશનર સજ્જનારે કહ્યું કે આરોપીઓ  પાસેથી 2 હથિયાર પણ મળી આવ્યાં. તેમણે કહ્યું કે અમે ગોળી ચલાવતા પહેલા તેમને સરન્ડર કરવાનું અનેકવાર કહ્યું પરંતુ તેઓ પોલીસ પર હુમલો કરી રહ્યા હતાં. આવા સંજોગોમાં અમારા કર્મીઓએ ગોળી ચલાવવી પડી. મૃતક આરોપીઓના મૃતદેહો જપ્ત કરીને સ્થાનિક હોસ્પિટલમાં મેડિકલ તપાસ માટે મોકલવામાં આવ્યાં છે. અમારા 2 અધિકારીઓ ઘાયલ થયા છે. જેમાંથી એકની સ્થિતિ ગંભીર છે.  

હૈદરાબાદ: એન્કાઉન્ટર પર BJP મહિલા સાંસદે ઉઠાવ્યાં સવાલ, કહ્યું-'જે પણ થયું ખુબ ભયાનક થયું'

ભાજપના મહિલા સાંસદે એન્કાઉન્ટર પર ઉઠાવ્યાં સવાલ
 ભારતીય જનતા પાર્ટી (BJP) ના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી (Maneka Gandhi) એ હૈદરાબાદ પોલીસે કરેલા એન્કાઉન્ટર (Encounter)  પર સવાલ ઉઠાવ્યાં છે. જેમાં મહિલા પશુ ચિકિત્સક સાથે દુષ્કર્મ અને ત્યારબાદ તેની જઘન્ય હત્યા કરી મૃતદેહને બાળી મૂકનારા ચારેય આરોપીઓ માર્યા ગયા છે. 

અથડામણની ટીકા કરતા મેનકા ગાંધીએ કહ્યું કે જે પણ થયું તે આ દેશ માટે ખુબ ભયાનક થયું છે. તમે ઈચ્છો છો એટલે કરીને કઈ તમે લોકોને આ રીતે મારી શકો નહીં. તમે કાયદાને તમારા હાથમાં લઈ શકો નહીં, આમ પણ તેમને કોર્ટમાંથી ફાંસીની જ સજા મળત. તેમણે કહ્યું કે જો ન્યાય બંદૂકથી કરવામાં આવે તો આ દેશમાં અદાલતો અને પોલીસની શું જરૂર છે?

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More